જીરાં બીજો એક પ્રાચીન ઔષધીય મસાલો છે જે પશ્ચિમી ઈજિપ્તમાંથી નીકળ્યો છે અને Parsley કુટુંબનો સભ્ય છે. તેનું વૈજ્ઞાનિક નામ Cuminum Cyminum છે. ઇજિપ્તમાં તેની વિધિવત વાવણી 5000 વર્ષોથી થાય છે. આજે ભારતમાં ઉપરાંત ઈરાન, ચીન, મોરોક્કો, તુર્કી, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં તેની ખેતી થાય છે.
જીરાંના દાણા માત્ર ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં, પણ અનેક ઔષધીય લાભો માટે પણ જાણીતા છે. તે પાચન તંત્ર સુધારવામાં, પેટના દુખાવામાં રાહત આપવા અને મોઢાની તાજગી માટે ઉપયોગી છે.
જીરાંના આરોગ્યલાભ:
ગરમ પાણી સાથે જીરાં પીવાથી ચરબી ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદરૂપ છે.
ભોજન પછી જીરાં ખાતાં પાચનક્રિયા સુધરે છે – જે ભારતીય પરંપરા છે.
બ્લડ સુગર અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં સહાયક.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ અનુકૂળ મસાલો છે.














Reviews
There are no reviews yet.