બેસન, જેને ચણાનો લોટ અથવા ચણાની ડાળથી બનાવેલો લોટ પણ કહે છે, તે સમગ્ર ભારતમાં રસોઈ અને સ્વાસ્થ્ય સંભાળ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. બેસનમાં પોષણ અને સ્વાદ બંને હોય છે અને તે ઘણા જાણીતા નાસ્તા જેવા કે પકોડા, ચીલા, અને ખમણમાં ઉપયોગ થાય છે.
પોષક તત્ત્વો (100 ગ્રામમાં):
કેલોરીઝ: 356
પ્રોટીન: 20 ગ્રામ
ફેટ: 6 ગ્રામ
કાર્બ: 53 ગ્રામ
ફાઇબર: 10 ગ્રામ
આરોગ્ય લાભો:
બેસનમાં રહેલા સારા પ્રકારના ફેટ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
હ્રદયને સ્વસ્થ રાખે છે અને બ્લડ શુગર કંટ્રોલ કરે છે.
ત્વચાની સમસ્યાઓ જેવી કે દાગ, પિંપલ્સ, ડાર્ક સ્પોટ્સ અને તેલિયાપણું દૂર કરવામાં મદદરૂપ.
ચણા નો લોટ ચહેરાને તેજસ્વી બનાવવામાં સહાયક છે.
ત્વચા ઉપર લાગતી બેસનની પેક અનાવશ્યક વાળ દૂર કરવામાં મદદ કરે છે.
ઉપયોગ (રસોઈ માટે):
બેસનનો ઉપયોગ પકોડા, બોંડા, ચીલા વગેરે બનાવવામાં થાય છે. બેસન અને રાઈસ ફ્લોર મિક્સ કરીને ભાજી સાથે ભેળવી પકોડા બનાવો.
બાહ્ય ઉપયોગ (ત્વચા માટે):
દોઢ ચમચી બેસન, 1 ચમચી દહીં, 1 ચમચી લીંબુનો રસ અને થોડી હળદર ભેળવી ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો.













Reviews
There are no reviews yet.