વિથાનિયા કોએગ્યુલાન્સ (Withania Coagulans) જેને પનીર ફૂલ, પનીર દોડા, અથવા પની પૂ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારત, ઇરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં જોવા મળતું ઔષધીય છોડ છે. આ ઔષધિ નાઇટશેડ કુટુંબ સાથે સંબંધિત છે અને આયુર્વેદમાં આ ફૂલને ડાયાબિટીસ નિયંત્રણ માટે ચમત્કારિક દવા માનવામાં આવે છે.
આરોગ્ય લાભ:
પનીર ફૂલ રક્તમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે.
બ્લડ શુગરનું સ્તર ઘટાડી ડાયાબિટીસના નિયંત્રણમાં સહાયક છે.
દાહ, ઘા અને ઇન્ફેક્શન માટે અસરકારક છે.
તણાવ, માથાનો દુખાવો અને માનસિક બેધા ઘટાડવામાં મદદરૂપ છે.
અસ્થમા અને શ્વાસની તકલીફ જેવી શ્વસન તકલીફો માટે ઉપયોગી છે.
ઉપયોગની રીત:
4 થી 5 ગ્રામ પનીર ફૂલ પાવડર ગરમ પાણીમાં મિક્સ કરીને દિવસમાં એક કે બે વાર સેવન કરો. તે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં પણ સહાયક છે.














Reviews
There are no reviews yet.